ધ્રાંગધ્રા રોડ ઉપર વર્ષો જૂની હોસ્પિટલને રીનોવેશન કરી અદ્યતન નવા જેવી હોસ્પિટલ બનાવાઈહળવદ : હળવદ શહેરમાં વર્ષોથી ચાલતી સરકારી હોસ્પિટલને નવા સ્થળે કાર્યરત કરવામાં આવી છે.જેથી દર્દીઓને ઉત્તમ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ થશે.હળવદ શહેરમાં આવેલ ભવાની મેડિકલ પાસે વર્ષોથી સિવિલ હોસ્પિટલ કાર્યરત હતી.જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવતા હોય જોકે હાલ વસ્તીના ધોરણે હોસ્પિટલની જગ્યા ટૂંકી પડતી હોય તેની સાથે પૂરતા સાધનો હોવા છતાં પણ જગ્યાના અભાવે દર્દીઓને તેનો લાભ મળતો ન હતો. સાથે ટ્રાફિકની સમસ્યાથી પણ દર્દીઓ અને તેની સાથે આવેલા લોકો ભારે પરેશાન હતાતો બીજી તરફ ધ્રાંગધ્રા રોડ પર અગાઉ વર્ષો જૂની હોસ્પિટલના બિલ્ડીંગ ને લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરી રાખવામાં આવ્યું હતું જો કે તે પણ ધૂળ ખાતુ હોય.જેની હળવદના જાગૃત લોકો દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજૂઆત કરાવી હતી.જેથી ધારાસભ્ય તેમજ શહેરના જાગૃત લોકોના પ્રયત્નો થકી સિવિલ હોસ્પિટલને ધાંગધ્રા રોડ પર આવેલ ટેલીફોન એક્સચેન્જની બાજુમાં કાર્યરત કરવામાં આવી છે.જેની શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ નોંધ લેવા હોસ્પિટલ સ્ટાફ દ્વારા અપીલ કરાઈ છે.