Tankara : હરીપર ગામે ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સહકારથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરિપર ગામે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ દિવસીય EDTP ( ઉઘોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્ર્મ) નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન EDIIના સ્ટાફ દ્વારા ઉદ્યોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરિયાતો છે તે વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. સાથે-સાથે સફળ ઉદ્યોગસાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશે રીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉદ્યોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કરાયા હતા.

આ EDTP ( ઉઘોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મ)માં હરીપર ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા. EDIIમાંથી ચંદ્રેશભાઈ રાઠોડ અને જયભાઈ જોષી હાજર રહ્યા હતા. તેમજ ગેસ્ટ ફેકલ્ટી તરીકે રાજકોટ RSETI માંથી જિગ્નેશભાઈ અને હરીપર ગામના સરપંચ હાજર રહ્યા હતા.

- text

- text