મોટા દહીંસરા સહકારી મંડળીના પ્રમુખ પદેથી રાણાભાઈ હુંબલ સ્વૈચ્છિક નિવૃત્ત થયા

- text


માળીયા (મી.) : મોટા દહીંસરા ગામે આવેલી મોટા દહીંસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પદેથી રાણાભાઈ ડાયાભાઈ હુંબલે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. મહત્વનું છે કે, રાણાભાઈ હુંબલ છેલ્લા 50 વર્ષથી મોટા દહીંસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ રહ્યા છે. તેમણે 50 વર્ષ સુધી પ્રમુખ પદે રહીને મંડળીના ઉત્થાન માટે કામ કર્યું છે. ત્યારે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરીને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text