મોરબી : આખું વિશ્વ જયારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે મોરબીના પર્યાવરણ પરિવારના બાળકો દ્વારા અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓએ બીજ બોલ બનાવીને ઠેક ઠેકાણે તેને મુક્યા હતા.આજે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તે ધ્યાનમા લઈને પર્યાવરણ પરિવારના સભ્યો દ્વારા આંબલી, લીમડો, આસોપાલવ ના બીજ એકત્રિત કરી, તેના બીજ બોલ બનાવીને જ્યા વૃક્ષો ન હોય તેવી જગ્યાએ એ બીજ બોલ મુક્યા હતા. હવે ચોમાસાની ઋતુમાં આ બીજ વૃક્ષ થઈ પાંગરશે. આ કાર્યમાં યશ, રુદ્ર, ચમન, વિશાલ, ધર્મેશ, જયદેવ , રશ્મિતા, સ્વાતિ, ભાવેશ, ઉમેશ, સંદીપ, અંકુશ, અવનીશ, મૌલીક અને કવિ જલરૂપ સહિતના જોડાયા હતા.