સુરેશ સાથે કેમ ફરશ કહી મોરબીના યુવાન ઉપર હુમલો

- text


મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ચાર શખ્સોએ રીક્ષા ચાલક યુવાનને રોકી તું સુરેશ સાથે કેમ ફરશ કહી ગાળો આપી લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા કવાટર્સમાં રહેતા ભાવિન કાનજીભાઈ મકવાણા નામના રીક્ષા ચાલક યુવાનને સુરેશ સાથે કેમ ફરશ કહી આરોપી પ્રકાશ રસિકભાઈ કોળી, અનિલ પ્રેમજીભાઈ કોળી, કાનજીભાઈ ધનજીભાઈ રાવળ અને બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા નામના શખ્સોએ ગાળો આપી લોખંડના પાઇપ વડે મૂંઢ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text