મોરબી : મોરબીના નવલખી રોડ પર અક્ષરધામ પાર્ક ખાતે આવેલા શનિદેવ-સાંઈબાબા મંદિરે આજે તારીખ 6 જૂનના રોજ શનિદેવ જયંતી (જન્મોત્સવ)ની ઉજવણી કરવામાં આવી રહી છે.શનિદેવ જયંતી નિમિત્તે આજે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી શનિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી અમિતભાઈ જે. પંડ્યા બિરાજ્યા છે. શનિદેવ જયંતી નિમિત્તે આજે બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે ભક્તોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.