હળવદ : હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામ ખાતે આવતી કાલ તારીખ 7-6-2024ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં શ્રી બહુચર લોક ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ વ્યાસ તથા પ્રફુલ્લભાઈ વ્યાસ સહિતના કલાકારો ભવાઈ રજૂ કરશે. આ દરમ્યાન ભવાઈ પ્રેમી જનતાને દિલીપભાઈ વ્યાસ અને નિરવભાઈ વ્યાસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.