આગ લાગવાનું કારણ હજુ અકબંધ : મોટું નુકસાન થવાનો અંદાજ : આગ બુઝાવવાનું કામ હજુ ચાલુમોરબી : મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસે એક પેપરમિલમાં આજે વિકરાળ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગ બુઝાવવા માટે બહારથી ત્રણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ખોખરા હનુમાન મંદિર રોડ પર આવેલ એલિકસ પેપર મિલમાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમે આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. જો કે આગ બુઝાવવા માટે મોરબીની 2 ટિમો ઉપરાંત રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રાના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.