એકલા મોરબીમાં જ 2554 દસ્તાવેજ નોંધાયા : જિલ્લાની ત્રણ સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થકી 16.28 કરોડની આવક મોરબી : મોરબી જિલ્લામાં રિયલ એસ્ટેટક્ષેત્રે તેજી-તેજીના માહોલ વચ્ચે ચૂંટણી ચકરાવા વચ્ચે પણ મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 3795 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. દસ્તાવેજ નોંધણી થકી સરકારની તિજોરીમાં રૂપિયા 16,27,92,812 રૂપિયાની આવક થવા પામી હતી.મોરબી જિલ્લામાં તા.01-05-2024થી તા.31-05-2024ના સમયગાળા દરમિયાન હળવદ, વાંકાનેર અને મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કુલ મળી 3795 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી. નોંધણી સર નિરીક્ષકના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં હળવદમાં 713, વાંકાનેરમાં 528 અને મોરબી સબરજિસ્ટ્રાર કચેરીમાં 2554 દસ્તાવેજની નોંધણી થઇ હતી, દસ્તાવેજ નોંધણી થકી સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીની સરકારને 16,27,92,812 આવક થઇ હોવાનું જાણવા મળે છે.