ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ પ્રભાત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની શિબાશંકર બીજયકુમાર ટૂંગ ઉ.19 નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે વેળાએ પંચિંગ મશીનની પ્લેટમાં છાતીનો ભાગ આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.