હળવદ : તાલુકા કાનૂની સેવા સમિતિ, હળવદ દ્વારા આજરોજ તારીખ 5-6-24ના રોજ હળવદ કોર્ટ પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ગજ્જરની અધ્યક્ષતામાં એડિશનલ સિવિલ જજ પઠાણ, સરકારી વકીલ એ. પી. માલવણીયા, સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મનિષાબેન જાંબુચા, વકીલ મિત્રો, કોર્ટ, પોલીસ સ્ટાફ અને પી.એલ.વી મિત્રોની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ગજ્જરે દેશના દરેક નાગરિકોને વૃક્ષોનું વાવેતર કરી તેનુ જતન કરવા માટેનો સંદેશો આપ્યો હતો.