નાની વાવડી રોડ પર લાયન્સ ક્લબના સહયોગથી નાના મોટા ફૂલ-છોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુંમોરબી : તારીખ 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે મોરબી નગરપાલિકા અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તથા નઝરબાગ તેમજ મોરબીની પર્યાવરણ પ્રેમી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે નાની વાવડી રોડ પર ડીવાઈડરની જગ્યાએ નાના મોટા ફૂલછોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ પ્રોજેક્ટમાં વ્યસન મુક્તિના પ્રણેતા ડો. સતીષભાઈ પટેલ, નગરપાલિકાના અધિકારીઓ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે કાવર તથા મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ અને લાયન સભ્યો હાજર રહ્યા હતા.પર્યાવરણનું જતન થાય તે માટે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો અને વરસાદ લાવો તેવા હેતુ સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના માર્ગદર્શક સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાએ આ પ્રોજેક્ટ માટે દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા તેમ સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.