મોરબી : રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો 4,84,260ની લીડથી વિજય થયો છે. જેમાં તેઓને ટંકારાથી 61,924 તો વાંકાનેરથી 27,123ની લીડ મળી છે.ટંકારા વિધાનસભા મુજબ પરિણામ જોઈએ તો ભાજપના પરસોતમ રૂપાલાને 111206 મત, કોંગ્રેસના પરેશ ધાનાણીને 49282 મત, બસપાના ચમનભાઈ સવસાણીને 1864 મત જ્યારે અપક્ષ ઉમેદવારો નિરલભાઈ અજાગિયાને 525 મત, જીગ્નેશભાઈ મહાજનને 211 મત, નયન ઝાલાને 321 મત, પ્રકાશ સિંધવને 313 મત, ભાવેશ આચાર્યને 448 મત, ભાવેશભાઈ પીપળીયાને 485 મત, નોટાને 1485 મત મળી કુલ 166140 મત પડ્યા હતા. જેમાં પરસોત્તમ રૂપાલાને અહીંથી 61924 મતની લીડ મળી છે.વાંકાનેર વિધાનસભા મુજબ જોઈએ તો ભાજપના પરસોતમ રૂપાલાને 103866 મત, કોંગ્રેસના પરેશ ધાનાણીને 76743 મત, બસપાના ચમનભાઈ સવસાણીને 1421 મત, જ્યારે અપક્ષ ઉમેદવારોમાં નિરલભાઈ અજાગિયાને 640 મત, જીગ્નેશભાઈ મહાજનને 248 મત, નયન ઝાલાને 439 મત, પ્રકાશ સિંધવને 369 મત, ભાવેશ આચાર્યને 455 મત, ભાવેશભાઈ પીપળીયાને 539 મત, નોટાને 1699 મત મળી કુલ 186419 મત પડ્યા છે. અહીંથી પરસોત્તમ રૂપાલાને 27123ની લીડ મળી છે.