મેઇન્ટનન્સની કામગીરીનાં કારણે સવારે 8 થી બપોરે 1 સુધી રહેશે પાવર કાપ મોરબી : ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતી કાલ તારીખે 5નાં રોજ મેઈન્ટનન્સની કામગીરી કરવામાં આવતી હોવાથી ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.આ અંગે ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી તાલુકાના શનાળા ગામમાં થીઓસ JGY સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી બંધ રહેશે. રામ પાર્ક, ઉમાં રેસીડેન્સી તેમજ આજબાજુના રહેણાક વિસ્તારમાં ઘૂંટુ JGY બપોરે 11:00 થી 12:00 વાગ્યે સુધી પાવર બંધ રહેશે. તેમજ ઘૂંટુ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વુગા JGY સવારે 9:00 થી 10:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.