મોરબી : આજ 51 માં પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીકમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે.આ ઉજવણીને સફળ બનાવવા ગુજરાત ગેસનાં જી. એ. હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશનના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા ભારે જહેમત ઉઠાવી હતી. પર્યાવરણ પ્રેમીએ આ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ગેસ એ. લી. એન્જિનિયરિંગ કોલેજમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.