મોરબી : મોરબીના સ્કાયમોલ સામે ફૂટપાથ પર આવેલી ગટરની જાળીઓ તૂટેલી હાલતમાં હોય અકસ્માતનો ભય ઉભો થયો છે. રોડની બાજુમાં રહેલા ફૂટપાથની નીચેથી ગટર પસાર થઈ રહી છે ત્યારે આ ગટર પર નાખવામાં આવેલી કેટલીક જાળીઓ તૂટી ગઈ છે. જાળીઓ તૂટીને ગટરની અંદર ચાલી ગઈ છે. જાળીઓ તૂટી જતાં કચરો સીધો ગટરમાં જઈ રહ્યો છે જેથી ગટર બ્લોક થવાની પણ શક્યતા સેવાઈ રહી છે.આ ફૂટપાથ પરથી દરરોજ અનેક લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે આ તૂટેલી જાળીના કારણે લોકો ગટરમાં ખાબકશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબતે તંત્ર દ્વારા પણ કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી અને જાણે અંદર કોઈ વ્યક્તિ ખાબકે તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ તૂટેલી જાળી છેલ્લા ઘણા સમયથી આ હાલતમાં હોય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને જાળીનું વ્યવસ્થિત સમારકામ કરાવવા માંગ ઉઠી રહી છે.