મોરબી : આજે 5 જૂનના રોજ ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂના ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા, ઉપસરપંચ કૈલાસભાઈ સુરાણી, તલાટી-કમ-મંત્રી દીપકભાઈ, ગામના આગેવાન ઉમેશભાઈ જાકાસણીયા, કેતનભાઈ વિડજા સહિત અન્ય ગામ લોકોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.