8 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી મેરિટમાં સ્થાન મેળવ્યુંમોરબી : રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ- 9 થી 12નો અભ્યાસ કરી શકે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) યોજના - MHRD - ન્યુ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં તા. 07/04/2024ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરીક્ષામાં મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાનાં 8 વિધાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી મેરિટમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ ધોરણ- 9થી 12નો અભ્યાસ સરકારી શાળામાં કરશે તો કુલ 48000/- રુપિયા શિષ્યવૃત્તિ મળશે. આ પરીક્ષામાં કૂલ 180 ગુણમાંથી શ્રીયા પાંચોટિયા- 147, ઋત પાંચોટિયા- 139, અંજલી ગોધાણી- 138, જૈનીશ ગોધાણી- 138, વિધિ પાંચોટિયા- 129, પુર્વા ગોધાણી- 120, દિશિતા પાંચોટિયા- 119 અને આરવ પાંચોટિયાએ 114 ગુણ મેળવ્યા છે. આ વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિને બિરદાવતા આચાર્ય રજનીશ દલસાણિયાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા.