કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતમાં વૃક્ષા રોપણ કરી કરી શરૂઆત કરાશે : ડીડીઓજિલ્લાના 350 ગામોમાં ગામ દીઠ 1000 વૃક્ષ વવાશે અને તેને જાળવણી પણ કરાશેમોરબી : ઔદ્યોગિકરણ અને વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે હાલ ગરમી દિવસેને દિવસે વધતી જાય છે. અને વધુ વૃક્ષો વવાય તો જ ગ્લોબલ વોર્મિંગને અટકાવવી શકાય. આના માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં વધુ વૃક્ષ વાવવાનો નિર્ધાર કર્યો છે અને ગામ દીઠ 1000 વૃક્ષ વાવવાનો નીર્ધાર કર્યો છે અને તે યોગ્ય રીતે વવાય એના માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવ્યા આવશે.મોરબીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે . તેનું કારણ ઔદ્યોગિકરણ અને જરૂર છે એના કરતાં ઓછા વૃક્ષોનું વાવેતર મુખ્ય કારણ છે. ત્યારે મોરબી જિલ્લામાં વધુમા વધુ વૃક્ષો વવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ કમર કસી છે.તેમણે નીર્ધાર કર્યો છે કે વરસાદ પહેલા જિલ્લાના 350 ગામોમાં 3,50,000 વૃક્ષો વાવવામા આવશે અને તેના માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવશે.સાથે જ મોરબી જિલ્લઆ વૃક્ષ ઉછેર માટે કામ કરતી સંસ્થાઓ અને લોકોને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવી ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ પોતાની ઓફિસેથી અને કલેકટર કચેરી ખાતેથી કરી છે.જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં 3.5 લાખ વૃક્ષોનો નીર્ધાર કર્યો છે. અને વરસાદ પહેલા વૃક્ષો વવાય જાય અને સાથે ઉછેર પણ કરવામાં આવે એ માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.