મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ જ્ઞાતિના પ્રદિપભાઈ દામજીભાઈ પરમાર (ઉ.વ. 65)તે સ્વ. દામજીભાઈ રુગનાથભાઈ પરમારના પુત્ર, સુરેશભાઈ તથા હીનાબેન (સુજતન કોમ્પ્યુટર)ના મોટાભાઈ, ભાવિકભાઈ તથા રીમાબેન રોનકકુમાર પરમાર (જુનાગઢ)ના પિતા અને સ્વ. દુર્લભજીભાઈ વશરામભાઈ મકવાણા (ભેંસાણ વાળા હાલ સુરત)ના જમાઈનું તારીખ 4-6-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તારીખ 5-6-2024ને બુધવારના રોજ સાંજે 5 થી 5:30 કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવી છે.