મોરબી : રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાની રેકોર્ડબ્રેક લીડથી જીત થઈ છે. જેથી પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આજે શક્ત શનાળા મંદિરે ધ્વજા ચડાવી હતી.રાજકોટ લોકસભા બેઠક ઉપર જ્યારે ભાજપ જીતે ત્યારે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા શક્ત શનાળા મંદિર ખાતે ધ્વજા ચડાવતા હોય છે. દર વખતે તેઓ વાજતે ગાજતે આવી ધ્વજા ચડાવે છે. ત્યારે આજે પરસોત્તમ રૂપાલાની જીત થઈ હોય પરંતુ રાજકોટના અગ્નિકાંડને લીધે તેઓએ કોઈ ઉજવણી કર્યા વગર મંદિરે આવીને ધ્વજા ચડાવી હતી. આ વેળાએ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.