મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીપળીયા ચાર રસ્તા નજીકથી બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા આરોપી રમઝાન મુરાદભાઈ કટિયા રહે.નવાગામ તા.માળીયા મિયાણા વાળાને 8 લીટર દેશી દારૂ તેમજ મોબાઈલ ફોન અને બાઈક સહિત 26,640ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.