NEET અને ગુજરાત બોર્ડમાં મંગલમ શાળા ત્રણ વર્ષથી હળવદમાં પ્રથમહળવદ : ગઈ કાલે NEET-2024નું પરિણામ જાહેર થયું હતું. ત્યારે હળવદની મંગલમ્ વિદ્યાલયે ગુજરાત બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ હવે 'NEET'માં હેટ્રિકનો સરતાજ પોતાના શિરે કર્યો છે. હળવદની મંગલમ્ વિદ્યાલયના વિદ્યાર્થી મેણીયા અંકિતે 649 માર્કસ મેળવી શાળાની છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ રહેવાની પરંપરા જાળવી રાખી છે.વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતા કોઈપણ વિદ્યાર્થીનું સ્વપ્ન ડોકટર કે એન્જિનિયર બનવાનું હોય છે. ડોકટર બનવા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે સમગ્ર ભારતમાં કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે “NEET”ની પરીક્ષા આપવાની હોય છે. ત્યારે આ વખતે એક જ દિવસે એક જ સમયે લગભગ 25 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ગઈકાલે આ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતું જેમાં હળવદની મંગલમ્ વિદ્યાલયના વિદ્યાર્થી મેણીયા અંકિતે 649 માર્કસ મેળવી શાળાની છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ રહેવાની પરંપરા જાળવી રાખી છે. અંકિતની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત બોર્ડમાં પણ આજ વિદ્યાર્થીએ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.