Morbi: આજે સમગ્ર દેશમાં લોકસભાની અને વિધાનસભાની બેઠકોની મતગણતરૂ ચાલી રહી છે. સમગ્ર દૂનિયાની નજર ભારતનાં ચૂંટણી પરિણામો પર છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની મતગણતરી શરૂ ચૂકી છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતુ અને ભાવનગર તથા ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.મતગણતરીનાં શરૂઆતનાં ટ્રેન્ડ મુજબ, ગુજરાતમાં બે બેઠકો પર રસાકસી ચાલી રહી છે. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક અને મધ્ય ગુજરાતમાં આણંદ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારો જોર કરે છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર છે જ્યારે આણંદમાં કોંગ્રેસનાં અમિત ચાવડા છે.