મોરબીમાં ઓફીસબોયે શેઠનું 1.62 કરોડનું કરી નાખ્યું

- text


ભાગીદારી પેઢીમાં બારોબાર ચેક, યુપીઆઈથી પેમેન્ટ પોતાના ખાતામાં જમા કરી છેતરપિંડી કરી

મોરબી : મોરબીના શક્ત શનાળા નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ઓફિસબોય તરીકે કામ કરતા ભેજાબાજ ગઠિયાએ ભાગીદારોની જાણ બહાર રૂપિયા 1,62,74,435 રૂપિયાની રકમ ચેક, યુપીઆઈ સહિતના માધ્યમથી પોતાના ખાતામાં જમા કરી લઈ છેતરપિંડી આચરતા બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે.

છેતરપિંડીની આ ચોંકાવનારી ઘટનામાં મોરબીના શક્ત શનાળા નજીક આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ઓફિસબોય તરીકે કામ કરતા આરોપી કિશન રમેશભાઈ બરાસરા નામના શખ્સે ભાગીદારોની જાણ બહાર રૂપિયા 1,62,74,435 રૂપિયાની રકમ ચેક, યુપીઆઈ સહિતના માધ્યમથી પોતાના ખાતામાં જમા કરી લેતા બનાવ અંગે ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવિણભાઈ ગોવિંદભાઇ ભોરણીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text