હળવદના વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્સમાંથી બે યુવાનના અપહરણ, એકને મુક્ત કરી દેવાયો

- text


નાણાંની ઉઘરાણીમા વેગનઆર કારમાં આવેલ ચાર અજાણ્યા ઇસમોનું પરાક્રમ

હળવદ : હળવદ શહેરમાં રાજકીય અખાડા તરીકે ઓળખાતા વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્સે બેઠેલા બે યુવાનોનું નાણાંની ઉઘરાણીમાં ચાર શખ્સોએ અપહરણ કર્યા બાદ એક યુવાનને મુક્ત કરી દેતા આ યુવાને મૂળ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના રહેવાસી યુવાનનું અપહરણ કરવા મામલે અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની મોરબી ચોકડી નજીક આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્સ પાસે રવિવારની રજાના કારણે બે મિત્રો બેસવા ગયા હતા ત્યારે જીજે – 13 – એન – 4622 નંબરની વેગનઆર કારમાં આવેલ ચાર શખ્સોએ ફરિયાદી ધાર્મિક દેવરાજભાઈ નકુમ રહે.સરા નાકે હળવદ અને રવિ બાવનજીભાઈ સાકરીયા રહે.ભણગોર, તા.લાલપુર, જિલ્લો જામનગર વાળા પાસે આવી નાણાંની ઉઘરાણી કરી ઝઘડો કરી અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલો કહી બળજબરીપૂર્વક બન્નેને કારમાં બેસાડી કારને ધ્રાંગધ્રા તરફ હાંકી મૂકી હતી. જે બાદમાં ફરિયાદી ધાર્મિક નકુમે દેકારો કરી પોલીસ ફરિયાદ કરવા ધમકી આપતા આરોપીઓએ ધાર્મિકને ચુલી નજીક છોડી મૂકી રવીને લઈ ધ્રાંગધ્રા તરફ નાસી ગયા હતા. અપહરણના આ બનાવ અંગે હાલમાં હળવદ પોલીસે ધાર્મિક નકુમની ફરિયાદને આધારે ચાર અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text