મોરબીમાં સતવારા સમાજનો 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના શક્તિધામ મંદિર ખાતે સતવારા સહકાર મંડળ દ્વારા સતવારા સમાજનો 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને દાતાઓના સહયોગથી જીવન જરૂરી ચીજવસ્તુઓ કરિયાવર રૂપે ભેટમાં આપવામાં આવી હતી.

- text