Tankara : સેવાભાવીઓએ કુવામાં પડી ગયેલી ગાયનો જીવ બચાવ્યો

- text


ટંકારા : ટંકારાના કલ્યાણપર રોડ પર એક જુના કુવામાં ગાય પડી ગઈ હતી. આ ગાયને સેવાભાવી લોકોએ બહાર કાઢીને જીવ બચાવ્યો છે.

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર વોકળામાં એક જુના કુવામાં ગાય ખાબકી હતી અને ગાય બહાર નીકળવા માટે કણસી રહી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતાં ટંકારા સેવાભાવી લોકો ઈશાભાઈ માડકીયા, ગુલાબભાઈ ચૌધરી અને હાસમ જુસબ સુમરાનું ધ્યાન આ ગાય પર પડ્યું હતું. તેથી તેમણે ઘડીભરનો વિચાર કર્યા વિના દોરડા વડે ગાયને આ કુવામાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા આ કુવામાં પડી જતાં એક ભેંસનો જીવ ગયો હતો. ત્યારે સેવાભાવી લોકોએ ગાયને કુવામાંથી બહાર કાઢીને જીવદયાનું પ્રેરણાદાયી કામ કર્યું છે.

- text

- text