મોરબીની નિર્મલ વિદ્યાલયમાં 5 જૂને રોપા વિતરણ કરાશે

- text


મોરબી : આગામી તારીખ 5 જૂનના રોજ ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીની નિર્મલ વિદ્યાલયમાં પણ રોપા વિતરણ કાર્યક્રમ યોજાશે.

- text

5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ વાવો, જીવન બચાવોના સૂત્ર સાથે અનેક જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાતા હોય છે. આ દિવસે મોરબીની નિર્મલ વિદ્યાલય દ્વારા પણ પર્યાવરણ જાગૃતિ અર્થે રોપાનું વિતરણ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને રોપાની જરૂર હોય તેઓએ પોતાના વર્ગ શિક્ષકના ગ્રુપમાં આજે સોમવારે સાંજ સુધીમાં નામ અને રોપાની સંખ્યા લખાવી દેવા જણાવાયું છે. ત્યારબાદ 5 જૂનના રોજ સવારે 9 વાગ્યે શાળાએથી રોપાનું વિતરણ કરવામાં આવશે.

- text