Morbi : વિક્રમભાઈ દફ્તરી અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : સ્વર્ગસ્થ કાર્તિકભાઈ વી. દફ્તરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોરબીના સ્કાય મોલ ખાતે વિક્રમભાઈ દફ્તરી અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા 12મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

મોરબીના સ્કાય મોલ ખાતે થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ તરફથી અભુતપૂર્વ સાથ-સહકાર મળ્યો હતો અને 175 રક્તની બોટલ એકત્ર થઈ હતી. આ પ્રસંગે રક્તદાતાઓને રાજુભાઈ (ઢોસાવાળા) તરફથી સાઉથ ઈન્ડિયન નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન વિક્રમભાઈ દફ્તરી અને જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ આકાશભાઈ ઘડીયાલી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text