ટંકારા ITI ખાતેની કાલે મંગળવારની લર્નિંગ ટેસ્ટ રીશેડ્યુલ કરાઈ

- text


ટંકારા : ટંકારા ખાતેની સરકારી આઈ. ટી.આઈ.માં ફરજ બજાવતા કર્મચારીઓને આવતીકાલે તારીખ 4 જૂનના રોજ લોકસભા સામાન્ય ચુંટણી 2024 અંતર્ગત મતગણતરીની ફરજ સોંપવામાં આવી હોવાથી લર્નિંગ લાયસન્સ પરીક્ષા માટેના એપોઇન્ટમેન્ટ રી-શિડયુલ કરવામાં આવ્યા છે. જે અંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ટંકારાના આચાર્ય દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.

- text

આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ 4 જૂનના રોજ સરકારી આઈ. ટી.આઈ. ટંકારા ખાતે ચાલતી લર્નિંગ કામગીરી બંધ રહેશે.જેથી જે અરજદારો દ્વારા તારીખ 4 જૂનના રોજ લાર્નિંગ લાયસન્સ પરીક્ષા માટેના જે એપોઇન્ટમેન્ટ લીધેલ છે. તેઓની એપોઇન્ટમેન્ટ આર. ટી.ઓ.કચેરી મોરબી તરફથી રી-શિડયુલ કરવામાં આવ્યા છે. તેમજ તારીખ 4 જૂનના લાર્નિંગ લાયસન્સ પરીક્ષા માટે એપોઇન્ટમેન્ટ ન લેવા યાદીના જણાવ્યું છે.

 

- text