મોરબીમાં બે દિવસમાં 60 કોમ્પ્લેક્ષને ફાયર સેફટીની નોટિસ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયરસેફટીને લઈને હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં 2 દિવસમાં 60 મિલ્કતોને નોટિસ ફટકારવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના અગ્નિકાંડને લઈને મોરબી નગરપાલિકા અને ફાયરની ટિમો દ્વારા શહેરભરમાં હોસ્પિટલોનું ફાયર સેફટી મુદ્દે ચેકીંગ કર્યા બાદ ગઈકાલે રવાપર રોડ અને આજે શનાળા રોડ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બે દિવસ દરમિયાન 60 જેટલા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીના સાધનો ન હોય નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.

- text