મધ્યપ્રદેશના યુવાને મોરબીના સાપર ગામની સીમમાં ગળેફાંસો ખાઈ લીધોમોરબી : મોરબીના સાપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ કરતો યુવાન પંદર દિવસ પહેલા વતનમાં ગયો ત્યારે સગાભાઈએ પૈસા ચોરી કર્યાનું આળ નાખી ઝઘડો કરતા મનોમન લાગી આવતા યુવાને મોરબી આવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સાપર નજીક આવેલ સ્કાયટચ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતો રામદયાલભાઈ ભીકમસિંહ આહીરવાર 15 દિવસ પૂર્વે પોતાના વતન મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના કરણપુરા ગામે ગયો હતો ત્યારે રામદયાલના ભાઈએ રૂપિયા 5000 કાઢી લીધાનો આરોપ લગાવતા બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ રામદયાલને મનોમન લાગી આવતા ગઈકાલે સ્કાયટચ સિરામિક કારખાના સામે આવેલ બાવળની ઝાડીમાં પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.