લગ્નતિથિએ વૃક્ષ વાવી અનોખી ઉજવણી કરતું હળવદનું દંપતી

- text


પ્રકૃતિ સંવર્ધન અર્થે હળવદના સામાજિક કાર્યકર્તા તપન દવેએ 12 વૃક્ષો વાવી લગ્નની 12મી વર્ષગાંઠ ઉજવી

હળવદ : સામાન્ય રીતે કેક કટિંગ, પાર્ટી અને સોશિયલ મીડિયામાં ફોટો વીડિયો અપલોડ કરી મેરેજ અનેવર્સરી મનાવવાના ટ્રેન્ડ વચ્ચે હળવદના સામાજિક કાર્યકર્તાએ 12મી લગ્નતિથિ નિમિત્તે 12 વૃક્ષો વાવી પ્રકૃતિ દેવતાની પૂજા કરી લગ્નદિવસની ઉજવણી કરી હતી.

- text

હાલ આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે જજુમી રહ્યું છે. જેની ભયાનક અસરો પણ જોવા મળી રહી છે. આ ઉનાળામાં ગરમી 45 ડિગ્રીને પાર કરી ગઈ છે અને માણસો અસહ્ય ગરમીના કારણે તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે આ સમયે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય તે આજના સમયની માંગ છે. ત્યારે હળવદના સેવાભાવી યુવાન-ગૌસેવક અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવે અને તેમના પત્ની વંદનાબેન દવેએ પોતાના લગ્ન જીવનના 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે 12 દેશી કુળના વૃક્ષો જેમાં પીપળો, ઉંબરો, રાયણ, અર્જુનસાદડ, જાંબુડો જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે અને આ છોડ વાવ્યા એટલું જ નહિ તે વાવી તે મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરવા માટે પણ દવે દંપતી કટિબદ્ધ બન્યા છે. આમ તપનભાઈ અને વંદનાબેન દવેએ પોતાની લગ્નતિથિએ વૃક્ષારોપણ કરીને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

- text