હળવદમાં પાલિકાના સફાઈ કામદારોના આંદોલનનો આજે અંત આવ્યો

- text


ત્રણમાંથી બે કામદારોને પરત નોકરી પર લેવામાં આવતા આંદોલન સમેટાયું

હળવદ : હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા 86 જેટલા સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી પ્રતિક ધરણા પર પાલિકા સામે જ ઉતરી ગયા હતા. જોકે સફાઈ કામદારોના ધરણાનો આજે શનિવારે નવમા દિવસે અંત આવ્યો છે.

હળવદ પાલિકા દ્વારા બે ડ્રાઇવર તેમજ એક વોર્ડ પ્યુનને નોકરીમાંથી છૂટા કરી દેતા આ ત્રણેયના સમર્થનમાં 86 જેટલા સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી પાલિકા સામે પ્રતિક ધરણા પર ઉતરી ગયા હતા.

- text

આજે નવમાં દિવસે હળવદ નગરપાલિકા દ્વારા બે ડ્રાઇવરોને નોકરી પર પરત લેતા પ્રતીક ધરણા પર ઉતરેલા સફાઈ કામદારોના આંદોલનનો અંત આવ્યો છે.

- text