મોરબી જિલ્લામાં બેફામ ચાલતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવા મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લામાં બેફામ ચાલતા ઓવરલોડ વાહનો બંધ કરાવવા જણાવ્યું છે.

કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈપણ પ્રકારની કાયદાકીય સુચનાઓનું પાન કર્યા વગર ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ ચાલી રહ્યા છે. આવા વાહનોમાંથી નાના-નાના પથ્થર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આ પથ્થર અન્ય નાના વાહન ચાલકો પર પણ પડે છે. જેના કારણે ગંભીર અકસ્માત થવાની દહેશત ઉભી થઈ છે. તેમજ ઓવરલોડ રેતી ભરેલા વાહનોમાંથી ખારું પાણી રોડ પર પડતું હોય રોડ-રસ્તાઓને નુકસાન પહોંચી રહ્યું છે. મોરબી જિલ્લાના નવલખી બંદર પરથી કોલસા ભરેલા ઓવરલોડ વાહનો બેફામ રીતે ચાલી રહ્યા હોવાનો પણ કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો છે. આ તમામ બાબતે મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ ઓવરલોડ વાહનો બંધ કરાવવા કિશોરભાઈ ચિખલીયાએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી છે.

- text

- text