મોરબી : વિદ્યાર્થીઓને લઈ જતા સ્કૂલ વાહનોને દરેક ડોક્યુમેન્ટ હાથવગા રાખવા તાકીદ કરાઈ

- text


સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતાં વાહનો માટે માન્ય દસ્તાવેજોની સુનિશ્ચિત કરવા જણાવ્યું

મોરબી : આગામી દિવસોમાં વેકેશન પૂર્ણ થશે અને ફરી શાળાઓ શરૂ થશે. ત્યારે રાજકોટના ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડ બાદ સતર્કતાના પગલાં રૂપે મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલવાન, સ્કૂલરિક્ષા, સ્કૂલબસ વગેરેના વાહનોના સંચાલકો માટે યાદી જાહેર કરવામાં આવી છે.

- text

આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વાહનોને શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં પહેલા વાહનોના દસ્તાવેજો જેવા કે, ફિટનેસ, પરમીટ, ટેક્ષ, ઇનસ્યોરન્સ, પી.યુ.સી, રોડ સેફ્ટી સહિતની વગેરે બાબતોની પૂર્તતા સુનિશ્ચિત કરવાની રહેશે. તેમજ વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે શાળાના બાળકોને ન બેસાડવા તથા તકેદારી રાખવા સૂચન કરાયું છે.

- text