મોરબી : માનવ સેવા સંઘના અધ્યક્ષ વકીલ જ્યોતિબેન પટેલ અને રાજદીપભાઈના પ્રયત્નોથી મોરબીમાં રખડતું જીવન જીવી રહેલા પ્રજ્ઞાચક્ષુ દંપતી અને તેમના બાળકોને આશરો આપવામાં આવ્યો છે.માનવ સેવા સંઘના રાષ્ટ્રીય મહાસચિવ નરસિંહભાઈ ચાવડાની આગેવાનીમાં કાર્ય કરતી આ સંસ્થાના મોરબી જિલ્લાના પદાધિકારી વકીલ જ્યોતિબેન પટેલ અને રાજદીપભાઈને માહિતી મળી હતી કે મોરબીના નવયુગ કાપડના શો-રૂમ પાસે એક પ્રજ્ઞાચક્ષુ દંપતી મનસુખભાઈ અને પાર્વતીબેન તેમના બાળકો રાજવીર અને રાહુલ સાથે રખડતું-ભટકતું જીવન જીવે છે. તેથી જ્યોતિબેન પટેલ અને રાજદીપભાઈએ આ દંપતી પાસે પહોંચી તેમની પરિસ્થિતિ જોઈને સતત ચાર દિવસ સમજાવ્યા હતા અને અંતે તેઓને આજે સુરેન્દ્રનગરના શિવાલય હોમ સેન્ટરમાં મોકલી દઈ આશ્રય આપવામાં આવ્યો છે.