મોરબી અને વાંકાનેરના ઢુંવામા બે વરલીભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં દારૂ અને જુગારની બદી ઉપર પોલીસ ધડાધડ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી શેરી નંબર 2 મા દરોડો પાડી આરોપી અવેશ ઉર્ફે અવલો અયુબભાઈ કાસમાણીને વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કર્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા માટેલ રોડ ઉપર ભવાની કાંટા નજીકથી આરોપી મહેન્દ્રસિંગ રામપ્રસાદ બલાઇને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 650 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text