વાંકાનેરના રાતાવીરડા નજીક દારૂની આઠ બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક સિરોન્જા સિરામિક કારખાનાની બાજુમાં સરકારી ખરાબાની જગ્યામાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જીતુ ચોથાભાઈ ભવાણિયા રહે.રાતાવીરડા વાળાને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 2720 સાથે ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ચોથાભાઈ ખીમાભાઈ કૂણપરા હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text