મોરબી જિલ્લામાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 41થી 42 ડીગ્રી રહેશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં આગામી 5 દિવસ તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડિયા દ્વારા તારીખ 1 જૂનથી 5 જૂન સુધી મોરબી જિલ્લામાં હવામાનને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે તારીખ 1 જૂનથી 5 જૂન સુધી મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવાઇ છે. જ્યારે લઘુતમ તાપમાન 26 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. આ દરમ્યાન પવનની ગતિ 23 થી 29 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. 1 થી 5 જૂન સુધી મહત્તમ ભેજનું પ્રમાણ 72 – 76 અને લઘુતમ ભેજનું પ્રમાણ 27-39 ટકા રહેવાનું અનુમાન છે.

- text

આ દરમ્યાન ગરમ અને ભેજયુક્ત હવામાનની શક્યતા હોય આકરા તાપમાં બપોરના સમયે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ગરમીથી બચવા માટે પુષ્કળ પાણી પીવું, લસ્સી, છાશ, લીંબુ શરબત, મોસંબી તથા અન્ય ફળના જ્યુશ પીવા. હલકા સુતરાઉ કપડાં પહેરવા અને માથા પર સફેદ ટોપી પહેરવી. પશુઓને બપોરના સમયે વૃક્ષના છાયામાં અથવા શેડમાં રાખવા. દુધાળા પશુઓને ઠંડક આપવા પાણીનો છંટકાવ કરવો. ખોરાકમાં લીલા ચારાનું પ્રામણ વધારવું. તેમ જણાવાયુ છે.

- text