મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


પેરોલ ફર્લો સ્કોડે આરોપીને ઝડપી મોરબી સિટી બી ડિવિઝન પો. સ્ટે. ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ 

મોરબી : મોરબીમાં નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

- text

નાસતા ફરતા આરોપીઓને પકડવા મોરબી પેરોલ ફર્લો સ્કોડ પ્રયત્નશીલ હતી. આ દરમિયાન મોરબી કોર્ટમાં સોલવંશી જામીન રજુ કરવાનાં ગુનામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેરોલ જમ્પ કરી એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજુભાઇ બુટાભાઈ વિભાભાઈ ફાંગલીયા (ઉ.વ. 26, રહે. મોરથળા)ને બાતમીના આધારે વાંકાનેર દિઘલીયા ચોકડી પાસે આવેલા દ્વારકાધીશ હોટલ પાસેથી ઝડપી પાડી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text