જુના જાંબુડિયામાં દારૂ-બિયરના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામની સીમમાં આવેલ સન ફ્લાવર કારખાનાની સામે ઝાડીમાંથી સોનુભાઈ અમલીયારને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસને જુના જાંબુડિયા ગામની સીમમાં આવેલ સન ફ્લાવર કારખાનાની સામે બાંવરના કાંટામાં શખ્સ દારૂ રાખતો હોવાની ખાનગી બાતમી મળી હતી. જે આધારે પોલીસે વોચ ગોઠવી સોનુભાઈ અમલીયાર (ઉ.વ. 29)ને ઇંગ્લિશ દારૂની બોટલ નં.47, ભારતીય બનાવટની બિયર ટીન નં.44 એમ કુલ 44,350 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી પકડી પાડી પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text