ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક લઈને જઈ રહેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મુકેશગીરી હીરાગીરી ગૌસ્વામી ઉ.60ને જીજે - 36 - એએલ - 0340 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી પગના ગોળામાં ફ્રેક્ચર કરી નાખવાની સાથે ગંભીર ઇજાઓ પહોંચાડી કાર લઈને નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.