હળવદના દિઘડિયા ગામે ખેતીની જમીન મામલે મોટાભાઈએ ભાઈ- ભાભીને માર્યા

- text


ખેતીની જમીનમાં ભાગ આપવા બોલાચાલી થતા ઝઘડો વકર્યો

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે ભયુભાગની ખેતીની જમીનમાં ભાગ માંગનાર નાના ભાઈને મોટાભાઈ અને તેના પુત્રએ લોખંડના પાઇપ ફટકારી વચ્ચે પડેલા ભાઈના પત્નીને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પિતા પુત્ર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા કાળુભાઇ ભીખાભાઇ મકવાણાએ આરોપી સગા મોટાભાઈ ઠાકરશીભાઈ ભીખાભાઇ મકવાણા અને તેમના પુત્ર દેવરાજ ઠાકરશીભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28ના રોજ તેઓ પોતાના ઘેર હતા ત્યારે આરોપીઓ આવ્યા હતા અને તને વાડીમાં ભાગ નથી આપવો કહી પાઇપ ફટકાર્યા હતા. બાદમાં કાળુભાઇના પત્ની કાંતાબેન વચ્ચે છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ પાઇપ ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text