બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈએ ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનામાં બનેલી ઘટના 

મોરબી : મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા યુવાનની બહેને પ્રેમલગ્ન કરી લેતા ચિંતામાં ગરક બની ગુમસુમ રહેતા યુવાને લાતીપ્લોટમા ઘડિયાળના કારખાનામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીન ચોક હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશ ભરતભાઇ દોશી ઉ.28 નામના યુવાનના બહેને એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી ઘર છોડી દેતા પ્રિતેશભાઈ ગુમસુમ રહેતા હોય અને મનમાં લાગી આવતા શહેરના લાતી પ્લોટ શેરી નંબર 5 અને 6 વચ્ચે આવેલ નીરવ આર્ટ નામના ઘડિયાળના કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text