મોરબીના ગાળા નજીક સિરામિક ફેકટરીના શેડ ઉપરથી પડી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ કેપટ્રોન સિરામિક ફેકટરીના શેડમાં કામ કરી રહેલા મહાદેવભાઈ કનુભાઈ પાટડીયા ઉ.55 રહે. ઇન્દિરાનગર, મોરબી નામના આધેડનું ઉંચાઈ ઉપરથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text