મોરબીના રણછોડનગર મફતિયામાંથી દારૂ બિયરનો જથ્થો પકડાયો

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિશિપરા વિસ્તારમાં આવેલ રણછોડનગર મફતિયાપરામાં રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એકને ઝડપી લઈ અન્ય એક શખ્સને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ રણછોડનગર મફતિયાપરામાં રહેણાંકમાં એલસીબી ટીમે બાતમીને આધારે આરોપી અનિલ મોહનભાઇ ચૌહાણના રહેણાંકમા દરોડો પાડી વિદેશી દારૂના 81 ચપલા કિંમત રૂપિયા 8100 તેમજ બિયરના 35 ટીન કિંમત રૂપિયા 3500 અને 500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. વધુમાં આરોપી અનિલ વિદેશી દારૂ બિયરનો આ જથ્થો આરોપી મહેબૂબ સુલેમાન સુમરા રહે.રણછોડનગર વાળા પાસેથી ખરીદ કર્યાનું કબુલતા પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text

- text