મોરબીના વિજયનગરમાં રીક્ષા હડફેટે બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં વિજયનગરમાં રીક્ષા ચાલકે શેરીમાં બેફામ ઝડપે પોતાની લોડિંગ રીક્ષા ચલાવી શેરીમાં રમતા નવ વર્ષના બાળકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચડતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં જીજે – 06 – વાય – 9213 નંબરની બ્લ્યુ કલરની લોડિંગ રીક્ષાના ચાલકે શેરીમાં રમતા સુલતાન જાવીદભાઈ સુમરા ઉ.9 નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવી રીક્ષા રેઢી મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના માતા નાજીયાબેન જાવીદભાઈ સુમરાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text