પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરાઈ

- text


રેડ ડોટ એક્ટિવીટીમાં 65 જેટલી કિશોરીઓએ ભાગ લીધો

મોરબી : સમગ્ર દેશમાં દર વર્ષે 28મે ના રોજ નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે અને અધિક જિનેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેનીલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી. બી. મહેતાના માર્ગદર્શન હેઠળ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરવામાં આવી છે.

આ ઉજવણી અંતર્ગત 7 આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ગ્રામ્ય કક્ષાએ પણ નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેનીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ‘રેડ ડોટ’ એક્ટિવીટીમાં 65 જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો

આ તકે PHCના મેડિકલ ઓફિસર તેમજ ગ્રામ્ય કક્ષાએ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા સ્ત્રીઓના માસિક ધર્મ દરમિયાન રાખવાની જરૂરી સ્વચ્છતા, તેમજ સેનેટરી પેડનો કંઈ રીતે ઉપયોગ કરવો અને કંઈ રીતે નિકાલ કરવો તે અંગે કિશોરીઓ અને બહેનોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ માસિક ધર્મ વિશે કિશોરીઓને મુંઝવતા પ્રશ્નોનું સચિત્ર પોસ્ટર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.

- text

- text